ભાથામાંથી એકવાર નિકળી ચૂકેલું તીર, નદીમાં વહી ગયેલા પાણી પાછા વળતા નથી એમ તકદીરમાંથી સરી ગયેલો સમય પણ ક્યારેય પાછો આવતો નથી. જે સમય સાચવે એને સમય સાચવે. કુદરતે દરેક વ્યક્તિ માટે સમય એક સરખો જ બનાવ્યો છે. પરંતુ આપણે સમયનો સદુપયોગ કઈ રીતે કરીએ છીએ તે આપણાં પોતાના ઉપર આધાર રાખે છે.જેણે સમયને જીતી લીધો એટ્લે કે જેણે પળે પળનો સદુપયોગ કર્યો તે અચૂક સફળતાના શિખરે પહોચશે જ. ઘણાં માણસો ફાલતુ વાતોમાં નાહકનો સમય બરબાદ કરી પોતાની જિંદગીના અમૂલ્ય વર્ષા વેડફી નાંખે છે.
વર્તમાન સ્પર્ધાત્મક યુગમાં જો આપણે જો તમે સમય કે પરિસ્થિતિ અનુસાર કાર્યો નહીં કરીયે તો શ્રેષ્ઠ કાર્યો પણ વ્યર્થ થઈ જશે.જે કાર્યમાં આગળ વધવા માગીએ છીયે તેમાં સંપૂર્ણ સમય આપવો જોઈએ અને તો જ કાર્યમાં શ્રેષ્ઠતા આવશે.GPSC પરીક્ષા હોય,NIIT હોય કે પછી શાળા-કોલેજની પરીક્ષા…જો પૂરતો સમય આપી કાર્યસિધ્ધિ માટે આગળ વધશો તો પરિણામ ઉત્તમ જ આવશે.જેનું ઉત્તમ ઉદાહરણ છે બિલાલ.
પુલવામાના રત્નીપોરા ગામમાં રહેતો 18 વર્ષીય બાસિત બિલાલ ખાને શુક્રવારે જાહેર થયેલા નીટ 2020ના રિઝલ્ટમાં 99.98% મેળવીને જમ્મુ-કાશ્મીરમાં ટોપ કર્યું છે. ખીણ વિસ્તારમાં લાંબા સમયથી ઇન્ટરનેટ કનેક્ટિવિટીની તકલીફ હોવા છતાં બિલાલે પરીક્ષામાં 720માંથી 695 માર્ક્સ મેળવ્યા છે. બિલાલે કહ્યું કે, ‘આ પરીક્ષામાં મેં ઘણી મહેનત કરી. સતત ઇન્ટરનેટ આઉટેજ અને સ્લો નેટવર્કને લીધે ઘણીવાર તકલીફ થઇ. આ સફળતા માટે હું ઈશ્વરનો આભારી છું.મે હમેશા સમયનો પીછો કર્યો છે.ક્યારેય સમય વેડ્ફ્યો નથી.યાદ રાખજો..કે સમયને નકામો વહી જવા દેશો નહીં.તમારો ધ્યેય સિધ્ધ કરવો હશે તો પહેલો વિકલ્પ છે…સમયનો મહતમ ઉપયોગ.’
પોતાની સફળતાનો શ્રેય માતા-પિતા અને ટીચરને આપીને બિબાલે કહ્યું કે, ‘દરેકે મને ઘણો સપોર્ટ કર્યો. મને એક ટ્રેક દેખાડીને માર્ગદર્શન આપ્યું. તેનાથી જ હું સફળ થઇ શક્યો. પુલવામા જીલ્લામાં આતંકવાદી વિરોધી અભિયાનોને લીધે ઘણીવાર મોબાઈલ ઇન્ટરનેટની સુવિધા બંધ રહે છે. તો કેન્દ્રની તરફથી કલમ 370 નાબૂદ કર્યા પછીથી અહિ ઇન્ટરનેટની સ્પીડ 2G સુધી સીમિત છે.’ તેવામાં બિલાલે એક પ્રાઇવેટ સ્ટડી સેન્ટરમાં પરીક્ષાની તૈયારી કરી.
બિલાલે કહ્યું કે, ‘મારા ટીચર અભ્યાસ માટે વીડિયો ટ્યૂટોરિયલ્સ તૈયાર કરતા હતા, પરંતુ સ્લો ઇન્ટરનેટને લીધે તે એક્સેસ કરવું મુશ્કેલ હતું. આથી મેં મારા કિમતી સમયમાથી સમય કાઢી એપ નિર્માણ માટે થોડો સમય સક્રિય રહ્યો.એક એપ ડેવલપરનો સંપર્ક કર્યો, તેણે એવી એપ બનાવી જે સ્લો નેટવર્ક સ્પીડમાં કામ કરે છે. આ એપની મદદથી ટીચર્સે દરેક વિદ્યાર્થીઓ સાથે રોજ ક્લાસ લઈને સ્ટડી મટિરિયલ શેર કર્યું.’
બિલાલની સફળતા પર તેના ટીચરે કહ્યું કે, ’ઓલ ઇન્ડિયા ટોપર શોએબ આફતાબ અને બિલાલના માર્ક્સમાં ઘણું ઓછું અંતર છે. જો બિલાલને યોગ્ય સુવિધા મળત તો તે ચોક્કસથી ફુલ માર્ક્સ મેળવી લેત.’ બિલાલે અન્ય વિદ્યાર્થીઓને સલાહ આપી કે, ’આ પરીક્ષા આપવા ઈચ્છુક વિદ્યાર્થીઓએ સમય ના વેડફવો જોઈએ અને વધુમાં વધુ અભ્યાસ કરવો જોઈએ જેથી આગળ જઈને કોઈ પસ્તાવો ના થાય.’
*સમય બડા બલવાન રે ભૈયા,
સમય બડા બલવાન,
સમય કે આગે હમ તો ક્યા હૈ ઝૂક જાયે ભગવાન રે ભૈયા.*
પ્રગતિનો આધાર સમયનો સદુપયોગ છે.વિધાર્થીઓ અને યુવાનો માટે બિલાલની સમયના સદુપયોગની વાત હંમેશા યાદ રાખવી જોઈએ અને આજથી જ સમયનો સદુપયોગ કરી નિશ્ચચિત ધ્યેય તરફ આગળ વધુ જોઈએ.