શૈલેષ રાઠોડ "અભિધેય" લેખક, કર્મશીલ, જર્નાલિસ્ટ (દિવ્યભાસ્કર) સંપર્ક:૯૮૨૫૪૪૨૯૯૧
LATEST NEWS
  • શૈલેષ રાઠોડ "અભિધેય" લેખક, કર્મશીલ, જર્નાલિસ્ટ (દિવ્યભાસ્કર) સંપર્ક:૯૮૨૫૪૪૨૯૯૧
  • શૈલેષ રાઠોડનું રાજયપાલ દ્વારા રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક-સન્માન-પરિતોષિક એનાયત કરાયો

ખંભાત શહેર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ચરોતર પ્રદેશમાં આવેલા આણંદ જિલ્લામાં આવેલું છે તેમ જ ખંભાત તાલુકાનું મુખ્ય મથક છે.

ઈતિહાસ

ખંભાત જે કેમ્બે તરીકે પણ ઓળખાય છે, તે ભારત દેશના ગુજરાત રાજ્યમાં આવેલ નગર છે. તે અગાઉ એક મહત્ત્વનું વેપારી કેન્દ્ર હતું, જોકે હાલમાં તેના બંદરમાં ધીમે ધીમે કાંપ જમા થઈ ગયો છે અને તેથી દરિયાઇ વેપાર અન્યત્ર ખસેડવામાં આવ્યા છે. ખંભાત ખંભાતના અખાતના ઉત્તરના ભાગે મેદાની ભાગમાં સ્થિત છે અને તેની નજીક દરિયાની ભારે ભરતી અને ઓટ આવે છે, દરિયાઈ સપાટીમાં ૩૦ ફૂટ જેટલો બદલાવ આવે છે. ખંભાત બ્રિટિશ ભારતમાં બોમ્બેના ગુજરાત વિભાગના એક રજવાડાં રાજધાની હતી. તે ૩૫૦ ચોરસ માઇલ (૯૦૬ કિમી²) નો વિસ્તાર ધરાવે છે. એક અલગ રાજ્ય તરીકે તે મુઘલ સામ્રાજ્યમાંથી અલગ ૧૭૩૦ આસપાસ થયું હતું. તેના નવાબ મોમિન ખાન બીજાના વંશજ હતા, ૧૭૪૨ માં તેમના સાળા નિઝામ ખાન જે ખંભાતના ગવર્નર હતા તેમની હત્યા કરી ત્યાં પોતાની જાતને સ્થાપિત કરી.

© 2018 Shailesh Rathod. Developed By TechnoGuide Infosoft Pvt. Ltd.