
રાજભવન ખાતે લેખક વિષ્ણુ પંડ્યા સાથે શૈલેષ રાઠોડ

રાજભવન
રાજભવન ખાતે રાજ્યપાલ,મુખ્યમંત્રી સાથે પદ્મશ્રી, બેસ્ટ ટીચર,ભારતના સન્માનીય એવોર્ડ વિજેતાઓ, રાજ્યના કમિશનર, આઈએએસ/જીપીએસ શ્રેષ્ઠ અધિકારીઓ,ઓલમ્પિક ખેલાડીઓ,રાષ્ટ્રીય પદક વિજેતાઓ, સાહિત્ય અકાદમી વડા,લશ્કરના રિજિનલ વડા સાથેનું સ્નેહમિલન ગાંધીનગર ખાતે યોજાયું હતું.જેમાં ભાગ લેવાનું સદભાગ્ય મળ્યું.
રાજ્યના સનદી અધિકારીઓ અને વિવિધ ક્ષેત્રના નિષ્ણાતો, વડાઓ સાથે શિસ્તબદ્ધ રીતે રાજ્યપાલ ઓ.પી કોહલી, મુખ્યમંત્રી વિજય રૂપાણી, રાજ્ય પોલીસ વડા સહિતના અગ્રણીઓ સહુને પ્રેમપૂર્વક મળ્યા,હળવી વાતો, પરિચય અને સાથે જ ભોજન લઈ સ્નેહ મિલન કાર્યક્રમમાં જોડાયા હતા. અદભૂત ઘડી એટલા માટે સહુ દરેક ક્ષેત્રના અગ્રીમ હરોળના વ્યક્તિઓ… પણ નમ્રતા જ નમ્રતા.