આત્માનું સૌંદર્ય
કોઈપણ વિપરીત પરિસ્થિતી હોય,તેમાં ધીરજ ગુમાવ્યા વિના સફળ થવું એટ્લે તે સાચી સફળતા અને સાચી શાંતિ.શાંતિ આપણી પાસે જ હોય છે.શાંતિનો અનુભવ કરતાં આવડી જાય તો જીવન ધન્ય બની જાય.હું મારા વર્ગખંડમાં વારંવાર કહું છું કે-પ્રાથના એ ખોરાક જરૂર છે પણ તે મનનો આરામ પણ છે.ધર્મપુસ્તકો ક્યાં ટકવું અને ક્યાં અટકવું શીખવે છે.આટલો અર્થ શીખી જાઓ એટ્લે જીવન ધન્ય.શાંતિ શોધવી જ નહીં પડે.
સિકંદર હિન્દુસ્તાન આવવા નીકળ્યો. રસ્તામાં તેને સંત ડાયોજિનસ મળ્યા. તેમણે સિકંદરને પૂછ્યું, ‘ક્યાં જાય છે?’
સિકંદર બોલ્યો, ‘પહેલા એશિયા માઇનોર જીતવું છે. પછી હિન્દુસ્તાન જીતીશ.’
‘પછી?’ ડાયોજિનસે પૂછ્યું.
‘પછી આખી દુનિયા જીતીશ.’
‘પછી?’
‘બસ, પછી આરામ કરીશ.’
રેતીના પટ પર સંપૂર્ણ નગ્ન અવસ્થામાં સૂતેલા ડાયોજિનસ મલકાયા. પોતાના કૂતરાને સંબોધીને બોલ્યો, ‘આ પાગલ સિકંદરને જો, આપણે અત્યારે આરામ કરી રહ્યા છીએ, જ્યારે તે આટલા બધા ઉપદ્રવ પછી આરામ કરશે.’ પછી સિકંદરને સંબોધીને બોલ્યો, ‘આટલા બધા ઉપદ્રવ પછી આરામ જ કરવો છે, તો અત્યારે જ આવીજા આપણે બંને આરામ કરીએ.’
‘ના, અત્યારે હું અડધે રસ્તે છું. પહેલા હું વિશ્વવિજેતા તરીકે મારી યાત્રા પૂર્ણ કરી લઉં. પછી દેશ પાછો ફરી આરામ ફરમાવીશ.’
અને ત્યારે ડાયોજિનસ બોલી ઊઠ્યા, ‘કોની યાત્રા પૂરી થઇ છે તો તારી થશે?’
અને સાચ્ચે જ હિન્દુસ્તાનથી પાછા ફરતા સિકંદર અવસાન પામ્યો. ન તો તે આરામ ફરમાવી શક્યો, ન પોતાની યાત્રા પૂરી કરી શક્યો.