ઉમરેઠના આશાસ્પદ યુવાન-કોરોના દર્દી રાજુ ગાંધીનું મોત
જિલ્લામાં પ્રથમ મોતરાજુભાઈ ગાંધી(૪૫ વર્ષ)વ્હોરવાડ,ઉમરેઠ.રાજુને નડિયાદની એન.ડી દેસાઈ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવતી હતી.મૃતક રાજુ ગાંધીની વાત કરું તો….આ યુવક સાચે જ પ્રમાણિક અને પ્રેમાળ હતો.જીવનમાં સંઘર્ષ બાળપણથી જોયો હતો.ઉચો કાઠીનો રાજુ,સિંગલ શરીર..બોલે તો શબ્દોમાં પણ લાગણીઓ ટપકે…દરેક સેવા કાર્યમાં અગ્રેસર..ક્રિકેટમાં એક્કો.તેની બોલિંગ એવી ઘાતક કે સામે બેટિંગ કરવું કઠીન બની જાય.બાળપણમાં રાજુ સાથે વારંવાર ક્રિકેટ રમવાનો અવસર મળ્યો હતો.ચહેરે હેમેશા નિર્દોષતા જ નજરે પડે.બાળપણથી જ ઘરની જવાબદારી આવી પડી એટલે કટલરીની લારી ચલાવે.દાઉદી વ્હોરા સમાજનો એક સેવાભાવી યુવાન આજે કોરોનાના કારણે આપણી વચ્ચે નથી ત્યારે ભારોભાર દુખ છે.આવો સાથે મળી આ યુવકને શ્રદ્ધાંજલિ આપીએ…એ શ્રદ્ધાંજલિ એટલે….ચાલો લોકડાઉનનું પાલન કરીએ.સેલ્ફ ડીસીપ્લીન દ્વારા સ્વસ્થ ભારતનું નિર્માણ કરીએ.આપણે બીજા કોઈ ઘરનો દીપક બુજાબા દેવો નથી.-શૈલેષ રાઠોડ