– 41 વર્ષીય રાધાકૃષ્ણનનો જન્મ ભારતમાં થયો હતો
– સામુદાયિક-સ્વૈચ્છિક મંત્રાલય તથા સામાજિક વિકાસ-રોજગાર મંત્રાલયમાં પ્રધાન બનાવાયા
-શૈલેષ રાઠોડ
ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન જેસિંડા અર્ડર્ન દ્વારા સામેલ કરવામાં આવેલા પાંચ નવા પ્રધાનોમાં ભારતીય મૂળના પ્રિયંકા રાધાકૃષ્ણન પણ છે. તેઓ ન્યૂઝીલેન્ડમાં ભારતીય મૂળના પ્રથમ પ્રધાન બન્યા છે.તેઓએ ન્યૂઝીલેંન્ડમાં સ્થાયી થઈ રિચાર્ડસન કે જે ક્રાઇસ્ટચર્ચ આઇટી સેક્ટરમાં સેવાઓ બજાવે છે તેમની સાથે લગ્ન કર્યા હતા.
41 વર્ષીય રાધાકૃષ્ણનનો જન્મ ભારતમાં થયો છે. તેમણે શાળાનું શિક્ષણ સિંગાપોરમાં લીધું હતું અને ત્યારબાદ તેઓ વધુ અભ્યાસ માટે ન્યૂઝીલેન્ડ ગયા હતાં. તેમણે સતત ઘરેલુ હિંસાની પીડિત મહિલાઓ અને શોષણના શિકાર બનેલા પ્રવાસી મજૂરો માટે માટે અવાજ ઉઠાવ્યો હતો.
સપ્ટેમ્બર, 2017માં લેબર પાર્ટી તરફથી તેઓ પ્રથમ વખત સાંસદ બન્યા હતાં. 2019માં તેમને મિનિસ્ટર ફોર એથનિક કોમ્યુનિટિઝના પાર્લામેન્ટરી પ્રાઇવેટ સેક્રેટરી બનાવવામાં આવ્યા હતાં. તેમને સામુદાયિક અને સ્વેચ્છિક મંત્રાલયના પ્રધાન તથા સામાજિક વિકાસ અને રોજગાર મંત્રાલયના નાયબ પ્રધાન બનાવવામાં આવ્યા છે.
પ્રિયંકા ભારતીય-ન્યૂઝીલેન્ડ મૂળના પ્રથમ પ્રધાન છે. તેઓ પોતાના પતિની સાથે ઓકલેન્ડમાં રહેશે. વડાપ્રધાન અર્ડર્ને નવા પ્રધાનોની જાહેરાત કરતા જણાવ્યું હતું કે હું કેટલીક નવી પ્રતિભાઓ, જમીનના સ્તરે અનુભવ ધરાવતા લોકોને સામેલ કરવા અંગે ઉત્સાહિત છું.
પ્રિયંકાના મોટાભાગના સંબધીઓ ચેન્નાઇમાં રહે છે. તેમના દાદા કેરળમના રાજકારણમાં સક્રિય હતાં. પ્રિયંકા છેલ્લા 14 વર્ષથી ન્યૂઝીલેન્ડની લેબર પાર્ટી સાથે સંકળાયેલા છે. તેમના પતિ રિચાર્ડસન ક્રાઇસ્ટચર્ચમાં આઇટી સેક્ટરમાં કામ કરે છે.
-Shailesh Rathod