-શૈલેષ રાઠોડ
લોકડાઉનનું સદઉપયોગ:દિવ્યભાસ્કરના કવરપેજે પ્રેરણા આપી
નડિયાદના આર્ટિસ્ટએ તૈયાર કર્યું 50 ફૂટ લાબું લોકડાઉન સ્ક્રોલ પેન્ટીંગ
નડિયાદના આર્ટિસ્ટ દ્વારા લોકડાઉન દરમ્યાન સમયનો સદઉપયોગ કરી અનોખું 50 ફૂટ લાબું સ્ક્રોલ પેન્ટીંગ તૈયાર કરવામાં આવ્યું છે. દિવ્યભાસ્કરના ફ્રન્ટ પેજનો ઉપયોગ કરી આ અદભુત અને કોરોનાની અભિવ્યક્તિ કરતું પેન્ટીંગ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.મિશન રોડ,નડિયાદના કલાકાર રોયલ ક્રિશ્ચિયને આ પેન્ટીંગ 21 દિવસના લોકડાઉન સમયગાળા દરમ્યાન બનાવ્યું છે.ઉત્તમ કલાકાર અને પર્યાવરજીવપ્રેમી રોયલ ક્રિશ્ચિયન દ્વારા અનેક કલાતમ્ક અને પ્રેરક ચિત્રો-કૃતિઓ તૈયાર કરવામાં આવેલ છે.તેમના અનોખા પ્રયાસને ઠેર ઠેર બિરદાવવામાં આવેલ છે.
રોયલ ક્રિશ્ચિયને વાતચીતમાં જણાવ્યું હતું કે,દિવ્યભ્સકારનું કવર પેજ મારૂ પ્રેરક રહ્યું છે.લોકડાઊનમાં કેવીઆર પેજ અને તેનું હેડિંગ પણ સૂચક રહ્યું હતું.સોસિયલ ડિસ્ટન્સનો મેસેજ આપવા ભાસ્કરે તેના હેડિંગના ફૉન્ટ છૂટા છૂટા મૂક્યા.ત્યારે નક્કી કર્યું કે હું પણ થીમ બેજ ભાસ્કરના કવર પેજનો ઉપયોગ કરી સ્ક્રોલ પેઇન્ટિંગ બનવું.લોકડાઉન દરમ્યાન કોરોના વાયરસનું વૈજ્ઞાનિક મોડેલથી લઈ સાવચેતી, સલામતી, લોકોનો સંઘર્ષ, માનવ સ્થિતિ, સંસોધન સહિતની સ્થિતિને1ચિત્રમાં આલેખી છે. દિવ્યભાસ્કરના જ પ્રથમ પેજનો ઉપયોગ કરી કાગળ બચાવ્યા છે અને 21 દિવસ ભાસ્કર દ્વારા જે રીતે લોકડાઉનનું ચિતાર આપવામાં આવ્યો તેને ઉજાગર કરેલ છે.લોકડાઉનના સમય દરમ્યાન એટલે કે તારીખ 23-03-2020 થી 14-04-2020 સુધીના દિવ્યભાસ્કર પેપરના પ્રથમ પેજને એકબીજા સાથે સાંકળી કોરોના વાઇરસની થીમ ઉપર એક નવા જ વિચાર સાથે લગભગ 22″ ઇંચ ઊંચું અને 50′ ફૂટ લાબું સ્ક્રોલ પેઇન્ટિંગ તૈયાર કર્યું છે.આ પેંટિંગ ભવિષ્યમાં એકજીબિશનમાં પણ મૂકીશ.બાળકો કોરોના અને લોકડાઊનને સમજે અને ગંભીર બને તે માટે શાળાઓમાં પણ હૉલ કે ગેલેરીમાં જાગૃતિ માટે મૂકીશ.
બાળપણથી નવીનતમ અભિગમબાળપણથી નવીનતમ અભિગમથી કામ કરૂં છું. ફાઇન આર્ટ્સ કર્યા પછી મેં Diploma in Multimedia computer કર્યું.વ્યવસાય કરવાની જગ્યાએ માનવ જીવન અને પર્યાવરણ આધારિત ચિત્રો તૈયાર કર્યા છે.ગ્રાફિક્સ દ્વારા મે મારા કાર્યને વેગ આપ્યો.
-રોયલ ક્રિશ્ચિયન,કલાકર, નડિયાદ
દિવ્યભાસ્કરના કવર પેજે પ્રેરણા આપીહું વર્ષોથી દિવ્યભાસ્કરનો વાચક છું.લોકડાઉન શરૂ થયું ત્યારથી મે નોધ્યું છે કે દિવ્યભાસ્કર નું કવર પેજ નિયમિત દેશ દુનિયાની તમામ માહિતી લઈને આવે.આ કવર પેજ ઉપરની હેડ લાઇન,તસ્વીરો અને આંકડાકીય માહિતી પ્રેરક રહી.મે નક્કી કર્યું કે લોકડાઊનમાં દિવ્યભાસ્કરના પ્રથમ પેજ ઉપર અખબાર વાંચન પછી રોજે રોજની જે મનમાં ઇમેજ ઉદભેવે તે બનાવટો હતો.આ રીતે 21 દિવસના અખબારને જોડીને સળંગ 50 ફૂટ લાંબુ સ્ક્રોલ પેંટિંગ તૈયાર કર્યું.