ચીનના વુહાન શહેરને કોરોના વાયરસનો જનક માનવામાં આવે છે. લાંબા લૉકડાઉન બાદ ચીનના વુહાનમાં લોકોની જીંદગી હવે પાટા પર આવી રહી છે પરંતુ ઉત્તર પૂર્વ શહેર હાર્બિન કોરોનાનું નવું કેન્દ્ર બનતું નજરે આવી રહ્યું છે.
- વુહાન બાદ હવે હાર્બિન શહેરમાં કોરોનાનું નવું ક્લ્સ્ટર બની ગયું છે
- ચીનની સરકારે કોઇ પણ પ્રકારની ગતિવિધિઓ પર પૂરી રીતે પ્રતિબંધ લગાવ્યો
- બુધવારે હીલૉન્ગજિયાંગ પ્રાંતમાં 537 સંક્રમિત લોકોની પુષ્ટિ થઇ
આ જીવલેણ મહામારીને ચીન નહીં સમગ્ર દુનિયામાં હાહાકાર મચાવી દીધો છે અને પોણા બે લાખથી વધારે લોકો અત્યાર સુધી મૃત્યુ પામ્યા છે. વુહાન બાદ હવે હાર્બિન શહેરમાં કોરોનાનું નવું ક્લ્સ્ટર બની ગયું છે ત્યારબાદ ચીની સરકારે સમગ્ર શહેરને સીલ કરી દીધું છે.
ચીનું હાર્બિન શહેર રશિયા સીમાથી જોડાયેલું છે આ કારણથી અધિકારીઓએ પૂરા ક્ષેત્રમાં કોઇ પણ પ્રકારની ગતિવિધિઓ પર પૂરી રીતે પ્રતિબંધ લગાવી દીધો છે.
જણાવી દઇએ કે કોરોના વાયરસની શરૂઆત ચીનના વુહાન શહેરથી થઇ હતી. મહિનાના લૉકડાઉન બાદ વુહાનને સંક્રમણ મુક્ત જણાવીને ચીને અહીંયા જનજીવન સામાન્ય કરી દીધું હતું. ત્યારબાદ ચીને દાવો કર્યો હતો કે એને કોરોના વાયરસ પર નિયંત્રણ કરી લીધું છે અને બીજા દેશોની સરખામણીએ ત્યાં મૃતકોની સંખ્યા ખૂબ ઓછી છે.
ચીનના હીલૉન્ગજિયાંગ પ્રાંતમાં કોરોના વાયરસનું ફરીથી ઝડપથી ફેલાયા બાદ ચીન સરકારે કડક પગલું ભરતા ઘણા અધિકારીઓને દંડિત કર્યા હતા. એમને નોકરી માંથી હટાવી દીધા હતા, આ પ્રાંતમાં મોટાભાગે વિદેશથી આવેલા લોકો સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે.
હવે હીલૉન્ગજિયાંગની રાજધાની હાર્બિનમાં કોરોનાના નવા મામલા સામે આવ્યા બાદ શહેરમાં બહારના લોકો અને વાહનોના પ્રવેશ પર રોક લગાવી દેવામાં આવી છે. ચીનમાં હૉટસ્પૉટ ક્ષેત્રમાં રહેતા લોકોએ ફરીથી ક્વોરન્ટીનમાં રાખવાનો નિર્ણય લીધો છે.
રિપોર્ટ અનુસાર ગત સપ્તાહે હોસ્પિચલ પહોંચેલા 35 લોકો એક 87 વર્ષના દર્દીથી સંક્રમિત મળી આવ્યા હતા. ત્યારબાદ હાર્બિન શહેરને નવું કોરોના ક્લસ્ટર માનવામાં આવે છે. આ શહેરની આબાદી એક કરોડથી વધારે છે. હાર્બિનની તમામ સ્કૂલ-કૉલેજોને હાલ બંધ કરી દેવામાં આવી છે.
ચીનના નેશનલ હેસસ્થ કમિશન પ્રમાણે બુધવારે હીલૉન્ગજિયાંગ પ્રાંતમાં 537 સંક્રમિત લોકોની પુષ્ટિ થઇ ગઇ છે. એમાંથી 384 લોકો બહારથી આવ્યા હતા.