ઈરાકના તિકરિતના એક ગામમાં જન્મેલા સદ્દામ હુસૈને માત્ર 20 વર્ષની ઉંમરે જ બાથ પાર્ટીની સભ્યતા લીધી હતી. 1962માં ઈરાકમાં થયેલા વિદ્રોહમાં પણ સદ્દામનો મહત્વનો રોલ હતો. તે સમયે તેની ઉંમર 25 વર્ષની હતી. 31 વર્ષના થતા-થતા સદ્દામ ઈરાકની સત્તા પર આવી ગયા. વાત 1968ની છે. જ્યારે સદ્દામે અહમદ હસન અલ બક્રની સાથે મળીને સત્તા પર કબજો જમાવ્યો હતો.
અલ બક્રની સાથે 11 વર્ષ શાસન કર્યા બાદ સદ્દામે ખરાબ સ્વાસ્થ્યનું કારણ આપીને અલ બક્રને રાજીનામું આપવા માટે મજબૂર કરી દીધા અને પોતે ઈરાકના રાષ્ટ્રપતિ બની ગયા. જે બાદ આગામી 20 વર્ષ સુધી સદ્દામે ઈરાક પર રાજ કર્યું. આ દરમિયાન 1982માં સદ્દામ હુસૈન પર જીવલેણ હુમલાનો પ્રયાસ થયો હતો. આ હુમલા પછી દુજૈલમાં 148 શિયાઓને મારી નાખવામાં આવ્યા હતા.
2006માં જ્યારે સદ્દામને ફાંસી પર ચઢાવવામાં આવ્યો ત્યારે તેને આ નરસંહાર માટે જ દોષી ગણાવાયો હતો. આ પહેલાં 2003માં અમેરિકા અને બ્રિટને ઈરાક પર હુમલો કરીને સદ્દામની ધરપકડ કરી હતી. અને આ સાથે જ ઈરાકમાં સદ્દામના શાસનનો ખાત્મો થયો હતો.
Fast Facts: Saddam Hussein
- Known For: Dictator of Iraq from 1979–2003
- Also Known As: Saddam Hussein al-Tikriti, “The Butcher of Baghdad”
- Born: April 28, 1937 in Al-ʿAwjah, Iraq
- Parents: Hussein ‘Abd al-Majid, Subha Tulfah al-Mussallat
- Died: December 30, 2006 in Baghdad, Iraq
- Education: High school in Baghdad; law school for three years (did not graduate)
- Published Works: Novels including Zabiba and the King, The Fortified Castle, Men and the City, Begone Demons
- Spouses: Sajida Talfah, Samira Shahbandar
- Children: Uday Hussein, Qusay Hussein, Raghad Hussein, Rana Hussein,Hala Hussein
- Notable Quote: “We are ready to sacrifice our souls, our children, and our families so as not to give up Iraq. We say this so no one will think that America is capable of breaking the will of the Iraqis with its weapons.”