ખંભાતમાં જીલ્લામાં સૌથી વધુ કેસો પ્રકાશમાં આવ્યા પછી પ્રજામાં ડર વ્યાપ્યો છે.હાલમ લોકડાઉનના બીજા રાઉન્ડમાં સમસ્યાઓ પણ વધી છે તેવા સંજોગોમાં સોસીયલ મીડિયાનો સુંદર ઉપયોગ કરી કોરોના સામે ખંભાતના યુવકો લડત આપવા સુંદર મેસેજ આપી રહ્યા છે.ટીમ અંગત નામે સેવારત આ યુવાનોની ટીમે કોરોના વાયરસ-“સે નો ટુ-કોરોના વાયરસ” ઇન્ડિયા ફાઈટ અગેઇન કોરોના ની લડત લડી રહ્યા છે.આ ટીમના લીડર માલવ રાવલે જણાવ્યું હતું કે,”અમારી ટીમ સેવા યજ્ઞમાં જોડાઈ હતી.અત્યારે સેવા યજ્ઞો બંધ છે ત્યારે ઝમે સોસીયલ મીડિયામાં મેસેજ થકી લોકોનો ઉત્સાહ ટકાવી રાખીએ છીએ.જેમાં અમે સૂચક સુત્રોનો ઉપયોગ કરીએ છીએ.જેમાં ક્લીન યોર હેન્ડ,ઓફ ફ્રોમ ગેધરીંગ,રેઈઝ યોર ઇમ્યુનિટી,ઓન્લી સીક ટુ વેર માસ્ક,નો ટુ હેન્ડ સેક,એવોઈડ રૂમર,સ્ટે એલર્ટ,સ્ટે હોમ,સપોર્ટ કોરોના વોરીયર્સ…જેવા સૂચક સુત્રો સાથે યુવકો ફોટા પડાવી વહેતા કરે છે.જેમાં વધુ ને વધુ યુવાનો જોડાઈ રહ્યા છે અને જાગૃતિ ફેલાવી રહ્યા છે.