શૈલેષ રાઠોડ "અભિધેય" લેખક, કર્મશીલ, જર્નાલિસ્ટ (દિવ્યભાસ્કર) સંપર્ક:૯૮૨૫૪૪૨૯૯૧
LATEST NEWS
  • શૈલેષ રાઠોડ "અભિધેય" લેખક, કર્મશીલ, જર્નાલિસ્ટ (દિવ્યભાસ્કર) સંપર્ક:૯૮૨૫૪૪૨૯૯૧
  • શૈલેષ રાઠોડનું રાજયપાલ દ્વારા રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક-સન્માન-પરિતોષિક એનાયત કરાયો

પરિચય:શૈલેષ રાઠોડ “અભિધેય

કે જેઓ સાહિત્ય જગતમાં “અભિધેય” ના ઉપનામથી જાણીતા છે તો પત્રકાર જગતમાં શૈલેષ રાઠોડથી જાણીતા છે.તેઓ હાલમાં ફ્રીલાંસ જર્નાલિસ્ટ તરીકે કાર્યરત છે.તેઓ ગુજરાત સમાચાર,સંદેશ,દિવ્યભાસ્કર,નયા પડકાર જેવા અખબારોમાં સિનિયર જર્નાલિસ્ટતરીકે કામ કરી ચૂકેલ શૈલેષ રાઠોડ ઉત્તમ લેખક છે.તેઓ 67 વર્ષ જૂના ગાંધીયુગના સાપ્તાહિક “નવસંસ્કાર ‘માં સંપાદક છે.છેવાડાના માનવીની સમસ્યાને પ્રથમ મહત્વ આપવું અને પત્રકાર તરીકે હમેશા વિપક્ષ માં બેસવું -તે તેમનો મુખ્ય ધ્યેય છે.

તેઓ એક ઉત્તમ સર્જક અને પ્રતિષ્ઠિત પત્રકાર છે.બાળપણથી જ સાહિત્ય પ્રત્યે અભિમુખ હોય તેઓ ઇલેક્ટ્રિકલ એન્જિ. થયા છતાં સાહિત્યને હૈયે રાખી સર્જનકાર્ય ચાલુ જ રાખ્યું.તેમણે ગુજરાતી સાહિત્યમાં 16 જેટલા પુસ્તકોનીની ભેટ આપી છે.તેમનું સૌથી પ્રસિદ્ધ બનેલ પુસ્તક ‘આત્માનું સૌંદર્ય”મહત્તમ ગુજરાતી પરિવારો માટે પ્રેરણા રૂપ બનેલ છે.40 હજારથી વધુ નકલો તેની વેચાઈ ચૂકી છે.તેઓએ ગુજરાતી સાહિત્યમાં 17 જેટલા પુસ્તકોનું પ્રદાન કરેલ છે.

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા નિર્મિત એડોલેશન કાર્યક્રમ અંતર્ગત “આર્શ પાયલોટ પ્રોજેકટ”ની જવાબદારી સંભાળી પાઠ્યપુસ્તક રચનામાં મહત્વનુ પ્રદાન અર્પણ કરેલ છે.
ખંભાત જેવા છેવાડાના ઉપેક્ષિત વિસ્તારમાં છેલ્લા 24 વર્ષથી કાર્યરત રહી આ વિસ્તારમાં ચેકડેમ નિર્માણ લડત અને સિલિકોસીસી પીડિતોને સહાયમાં મહત્વની ભૂમિકા ભજવેલ છે.આ વિસ્તારમાં રસ્તા,મીઠા પાણી અને સિંચાઇ સુવિધા માટે સતત કાર્યરત રહી સુવિધાઓ અપાવેલ છે.માજી મંત્રી જયેન્દ્ર ખત્રી(આર.ટી.આઈ.એક્ટિવિષ્ટ )સાથે રહી લોક પ્રશ્નોને આર.ટી.આઈ તેમજ અખબાર દ્વારા વાચા આપી અનેક યોજનાઓ અને સુવિધાઓ અપાવેલ છે.

વ્યવસાયે ઉત્તમ અધ્યાપક અને કર્મે ઉત્તમ વ્યક્તિ શૈલેષ રાઠોડ ગુજરાતની પ્રતિસ્ઠિત સંસ્થા ઓમેગા એજ્યુકેશનના ડાયરેકટર છે.”જનહિત ચેરિટેબલ ટ્રસ્ટ’મંદબુદ્ધિ કેન્દ્ર તેમજ પીપલ્સ ટ્રેનિગ એન્ડ રિસર્ચ ઇન્સ્ટીટ્યુટના સલાહકાર છે.પ્રકૃતિ ચેરિટેબલ સંસ્થાના માનદ મંત્રી છે.શિક્ષણ,જીવન પ્રેરણા,સફળ ઘડતર,આદર્શ વ્યક્તિ વિશેષ અને ખૂણામાં જીવતા મનુષ્યો -તેમનો મહત્વનો વિષય છે.હાલમાં તેઓ ખંભાત ખાતે અધ્યાપન કાર્ય તેમજ લેખન કાર્ય સંભાળે છે.તેઓએ માધ્યમિક શિક્ષણ સેંટ ઝેવીયર્સ-ઉમરેઠ ખાતે મેડવ્યું હતું.તેમનાં પુસ્તકોમાં આત્માનું સૌંદર્ય,પ્રેરક ક્ષણ,યસ!આઈ.એમ.ડિફરંટ,રાતરાણીનું ધાર્યું થાય,કોમ્પ્યુટરના સાનિધ્યમાં,આર્યુવેદ-ઉત્તમ ઉપચાર,ક્ષણનું સરનામું,પ્રેરક કથાઓ……આજે પણ વાચકોના હૈયે છે.

ઉત્તમ વક્તા,વિચારક,કર્મશીલ,લેખક,પત્રકાર શૈલેષ રાઠોડ “અભિધેય”પોતાના વિચારોમાં પાકટ છે અને પોતે “વિદેશ પ્રવાસ અને વિદેશી લેખકો-કર્મશીલોથી પ્રભાવિત બની સફળ થયા છે.” તેમ માને છે.શૈલેશ રાઠોડ દ્વારા નિર્માણ પામેલ ડોક્યુમેન્ટ્રી ફિલ્મ”ધ હાર્ટ ઓફ ડાર્કનેસ “રાજ્ય તેમજ રાષ્ટ્રીય કક્ષાએ પ્રચલિત બની છે.આ ફિલ્મમાં તેમણે અકીક કારીગરોના જીવનની વ્યથાને આલેખી છે.આઈ.આઈ.એમ,એન.આઈ.ડી,જેવી પ્રતિસ્ઠિત સંસ્થાના યુવાનો તેમનાથી પ્રભાવિત છે.આ સંસ્થાઓમાં કેમ્પસ ઇન્ટરયુ લઈ યુવાનોને સમજે છે. લેખક સમય આપે છે.વંચિત અને પીડિતોના ન્યાય માટે તેમની કલમ વધુ ચાલે છે.

સન્માન-

  • યુવા વયે લોકજાગૃતિ અને યુવા પ્રવૃતિઓ બદલ ભારત સરકાર,નવી દિલ્હીના નહેરુ યુવા કેન્દ્ર દ્વારા ”શ્રેષ્ઠ યુવા કાર્યકારનો’પરિતોષિક યેનાયત કરાયો હતો.
  • ભારત સરકારના સાયન્સ વિભાગ દ્વારા “હાઈ ટેક ટાઉન ‘કૃતિને રાસ્ત્રીય કક્ષાએ ઉત્તમ કૃતિ તરીકે પસંદ કરી સન્માન કરાયું હતું.
  • કેથોલિક સમાજ દ્વારા “સ્વ.ઉરૈયા પત્રકારત્વ પરિતોષિક “યેનાયત કરાયેલ
  • યુવક સાંસ્ક્રુતિક બોર્ડ ગાંધીનગર દ્વારા ઉત્તમ કાવ્ય”થઈ જશે’ને પ્રથમ પરિતોષિક
  • કાલુપુર કોમર્શિયલ બેન્ક દ્વારા ‘શ્રેષ્ઠ શિક્ષક “નો એવોર્ડ અર્પણ કરાયો હતો.
  • ખંભાત નગરપાલિકા દ્વારા “ઉત્તમ સહાયક ‘સન્માન -સ્વણિમ ગુજરાત કાર્યક્રમ અંતર્ગત
  • શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા ઉત્તમ સેવા પ્રવૃતિ બદલ સન્માન

1.આત્માનું સૌંદર્ય
2.પ્રેરણા સ્પર્શ
3.યસ!આઈ.એમ.ડિફરંટ
4.રાતરાણીનું ધાર્યું થાય
5.કોમ્પ્યુટરના સાનિધ્યમાં
6.આર્યુવેદ-ઉત્તમ ઉપચાર
7.ક્ષણનું સરનામું
8.પ્રેરક કથાઓ
9.પરખ
10.તંદુરસ્તી તમારા હાથમાં
12.અપરાધચક્ર
13.કોમ્પુટરની આસપાસ
14.પ્રેરણા પુષ્પો
15.ખંભાત દર્શન
16.અભ્યાસ કરવાની પધ્ધતિ
17.ઇંગ્લિશ ફોર યુ

© 2018 Shailesh Rathod. Developed By TechnoGuide Infosoft Pvt. Ltd.