શૈલેષ રાઠોડ "અભિધેય" લેખક, કર્મશીલ, જર્નાલિસ્ટ (દિવ્યભાસ્કર) સંપર્ક:૯૮૨૫૪૪૨૯૯૧
LATEST NEWS
  • શૈલેષ રાઠોડ "અભિધેય" લેખક, કર્મશીલ, જર્નાલિસ્ટ (દિવ્યભાસ્કર) સંપર્ક:૯૮૨૫૪૪૨૯૯૧
  • શૈલેષ રાઠોડનું રાજયપાલ દ્વારા રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક-સન્માન-પરિતોષિક એનાયત કરાયો

શૈલેષ રાઠોડ ફોટોગ્રાફી

ફોટોગ્રાફી:સુંદરતાથી સમસ્યા તરફ પ્રયાણ
ફોટોગ્રાફી સૂક્ષ્મ નિરિક્ષણની કળા છે. સાધારણ જણાતા સ્થાનમાંથી કંઈક અસાધારણને કેમેરામાં કેદ કરવું તેનું નામ ફોટોગ્રાફી. દુનિયામાં અનેક કલાક્ષેત્રોમાં મુખ્ય ચિત્ર અને ફોટોગ્રાફી છે. ચિત્રકલા તો હજારો વર્ષો જૂની છે. પણ ફોટોગ્રાફી લગભગ ૧૭૦ વર્ષ જૂની છે. ફોટોગ્રાફી એ રચનાત્મકતા અને કંઇક નવું કરવાના શોખને ઉજાગર કરે છે.
કવિ કલમ દ્વારા તો ફોટોગ્રાફર કેમેરે દ્વારા પોતાની અભિવ્યક્તિ રજુ કરે છે.ફોટોગ્રાફીએ માનવીની ઈચ્છાશક્તિ અને વિજ્ઞાનને આસમાને પહોચાડેલ છે.
૨૧મી સદીમાં વિકાસ પામેલી ફોટોગ્રાફી કળાએ માનવજાત અને વિજ્ઞાનને ખરા અર્થમાં સમૃદ્ધ બનાવી દીધું છે.  જેનો મુખ્ય પુરાવો આજે ઘરબેઠા દેશવિદેશના  લાઈવ શો નિહાળી શકીએ છીએ તે છે. આ અતિ મહત્વના અને માનવ સાથે રોજના જીવનમાં વણાઈ ગયેલા ફોટોગ્રાફીના ઇતિહાસની ટુકમાં ઝાંખી કરીએ: ઈ. સ. ૧૮૩૯આ જીપ્સે અને ડાગુરે નામના વૈજ્ઞાનીકોએ ફોટોગ્રાફીની શોધ કરી ત્યારથી પીનહોલ કેમેરા, BOX કેમેરા અને આજના અતિ આધુનિક ડીજીટલ કેમેરે સુધીની વિકાસયાત્રા અવિરત કહેલું રહી. ઈ. સ. ૧૫૫૮ આ ગીસોવાના બાટીસ્ટા ડેલાપાર્તાએ અંધારાવાડું નાના કાના વાળું બોક્ષ બનાવ્યું. જેને ઓબ્સ્ક્યોરા નામ અપાયું. બાદ ઈ. સ. ૧૮૨૬માં ફિલ્મની શોધ થઇ. ૧૮૩૯માં અમેરિકન વૈજ્ઞાનિક જ્યોર્જ ઈસ્ટમેન કોડાક કંપનીની સ્થાપના કરી, કોડાકનો  બોક્ષ કેમેરા વિશ્વ બજારમાં મુકયો. કેમેરાના લેન્સની શોધ થતા આજનો અતિ આધુનિક અને સરળ કેમેરા અસ્તિત્વમાં આવ્યા. પેન્ટેક્ષ કોનોકા કેમેરા બજારમાં મુક્યા તો તે સાથે જ કેપ્સુલ કેમેરા, સોનોગ્રાફીના કેમેરા પણ બજારમાં આવ્યા. આજે તો ડીજીટલ લેબ શરુ કરી રોલ પ્રોસેસ્સિંગ માટેની લેબ. દ્વારા લોકોને ઝડપથી, સુલભ અને મનપસંદ સ્ટાઇલના વિવિધ ફોટોગ્રાફીનો લાભ મળે છે. આમ, માનવીની ઈચ્છાશક્તિ  ને  વિજ્ઞાનને આસમાને પહોચાડનાર ફોટોગ્રાફી સુંદરતાને કેદ કરવા પુરતી સીમિત ન રહેતા સમસ્યા સમાધાનનું માધ્યમ બનેલ છે.
શૈલેશ રાઠોડે ફોટોગ્રાફીને ગળે લગાવી અનેક પ્રશ્નો કેમેરે કેદ કરી પ્રજાને ન્યાય અપાવેલ છે.સુંદરતા થી સમસ્યા તરફ લઇ જતી તેમની ફોટોગ્રાફી ગ્રામ્ય વિસ્તારમાં પાણી,શૌચાલય,સિંચાઈ વ્યવસ્થા,શાળા વ્યવસ્થા,બાળ મજુરી,મહિલા અત્યાચાર,ડ્રોપ આઉટ રેશિયો,ખેડૂત સમસ્યાઓ,સહિતની ગ્રામ્ય-શહેરી વિસત્રની સમસ્યાઓ-સુવિધાઓના અભાવને કેમેરે કંડારી અખબારમાં લેખ કે સમાચાર તરીકે પ્રસિદ્ધ કરી સમજને ન્યાય અપાવેલ છે.

© 2018 Shailesh Rathod. Developed By TechnoGuide Infosoft Pvt. Ltd.