Color Name in Gujarati and English | રંગો ના નામ
અહી કલરના અંગ્રેજી અને ગુજરાતી નામો આપ્યા છે.
| Colour Name | Colour Name in Gujarati |
| Blue | વાદળી |
| Orange | નારંગી |
| Yellow | પીળું |
| Pink | ગુલાબી |
| Red | લાલ |
| Green | લીલું |
| Brown | બ્રાઉન |
| White | સફેદ |
| Gray | ભૂખરા |
| Black | કાળુ |
| Purple | જાંબલી |
| Azure | તેજસ્વી વાદળી રંગ |
| Aquamarine | પ્રકાશ વાદળી લીલો રંગ |
| Sky blue | વાદળી |
| Magenta | પ્રકાશ જાંબુડિયા લાલ રંગ |
| Beige | નિસ્તેજ રેતાળ પીળો–ભુરો રંગ |
| Turquoise | લીલોતરી વાદળી રંગ |
| Bronze | પીળો રંગ ભુરો |
| Cyan | સ્યાન |
| Silver | ભૂખરા–સફેદ રંગનો |
| Golden | સોનેરી રંગ |
Types of Colour in Gujarati – રંગો ના પ્રકાર
૧.પ્રથમ શ્રેણી
૨.દ્વિતીય શ્રેણી
૩.તૃતીય શ્રેણી

મિશ્રણ
૧.પ્રથમ શ્રેણી-પ્રાથમિક રંગો – Primary Colour in Gujarati
લાલ(Red), પીળો(Yellow) અને વાદળી(Blue) અને પ્રથમ શ્રેણી ના મૂળ રંગો કહેવાય છે.આ રંગો શુદ્ધ અને તેજસ્વી કહેવાય છે.પ્રકાશમાં પ્રાથમિક રંગો આરજીબી છે (લાલ, લીલો અને વાદળી) અને પિગમેન્ટેશન માટેના પ્રાથમિક રંગો સીએમવાયકે છે (સ્યાન, મેજેન્ટા, પીળો અને કાળો) તરીકે ઓળખવામાં આવે છે.
- મેજેન્ટા + પીળો = નારંગી
- સ્યાન + પીળો = લીલોતરી
- સ્યાન + કિરમજી = વાયોલેટ
- સ્યાન + મેજેન્ટા + પીળો = કાળો

પ્રકાશ દ્વારા પ્રતિબિંબિત થતા પ્રાથમિક રંગો વિશે, અમે ટૂંકું નામ આરજીબી આપીશું જેનો અનુવાદ લાલ, લીલો અને વાદળી હશે. તેઓ માધ્યમિક રંગોના નીચેના શેડ્સના મિશ્રણમાં પડી શકે છે:
- લીલો + વાદળી = સ્યાન
- લાલ + વાદળી = મેજેન્ટા
- લાલ + લીલો = પીળો
- લાલ + વાદળી + લીલો = સફેદ
૨.દ્વિતીય શ્રેણી ના રંગો – Secondary Colour in Gujarati
પ્રથમ શ્રેણી ના રંગો ના મેળવણ થી આ રંગો ને બનાવવા માં આવે છે આથી તેમની શુદ્ધતા માં અને તેજસ્વિતા માં પણ ઘટાડો આવે છે.
| લાલ + પીળો | કેસરી |
| પીળો + વાદળી | લીલો |
| વાદળી + લાલ | જાંબલી |

Secondary Colour
૩.તૃતીય શ્રેણી ના રંગો – Tertiary color in Gujarati
બીજી શ્રેણી ના રંગો ના મેળવણ બાદ આ રંગો ને બનાવી શકાય છે. આ રંગો એ બીજી શ્રેણી કરતાં ઝાંખા અને તેજસ્વિતા ઘણી ઓછી હોય છે. તેમણે ભૂખરા રંગો તરીકે પણ ઓળખવામાં આવે છે.
| કેસરી + જાંબલી | બદામી |
| જાંબલી + લીલો | પથ્થરિયો |
| લીલો + કેસરીયો | મરૂન |

Tertiary color
અન્ય મેળવણી ના રંગો – Other Mixture of Colour in Gujarati
| લાલ + સફેદ | ગુલાબી |
| પીળો + સફેદ | આછો પીળો |
| વાદળી + સફેદ | આછો વાદળી |
| જાંબલી + સફેદ | આછો જાંબલી |
| લીલો + સફેદ | આછો લીલો |
| કાળો + સફેદ | રાખોડી |
| લાલ + કાળો | કથ્થાઇ |
| પીળો + કાળો | મહેંદી |
| કેસરી + કાળો | ઘાટો કેસરી |
| લીલો + કાળો | ઘાટો લીલો |

રંગો ના ગુણધર્મ – Properties of colors in Gujarati

દરેક રંગો ને જુદા જુદા ભાવ અને સંકેત હોય છે. દરેક રંગો ને પોતાનો આગવો ગુણ હોય છે અહી નીચે ના ટેબલ માં અમે આપની સાથે દરેક રંગો ના ગુણધર્મ વિષે જાણકારી આપી છે.
| રંગ-Colour | ગુણધર્મ – Properties |
| લાલ | આ રંગ પ્રથમ શ્રેણી નો છે. હિંસા, ક્રોધ, ઉગ્રતા અને ભયંકરતા ના ભાવો નું સૂચન કરે છે. બાળકો અને સ્ત્રીઓ ને આ રંગ ખુબજ ગમે છે. તે પ્રેમ ના પ્રતિક રૂપે પણ ઓળખવામાં આવે છે. આ રંગ ને શુભ માનવામાં આવે છે. |
| પીળો | આ રંગ સૂર્ય અને સોનાનો રંગ કહેવાય. આનંદ, પ્રકાશ, ચળકાટ, કિર્તિ, તેજસ્વિતા દર્શાવવા માટે વપરાય છે. આ સિવાય માંદગી, આળસ, નબળાઈ, અદેખાઈ, વિશ્વાસઘાત ધર્શાવવા માટે પીળા રંગ નો ઉપયોગ થાય છે. |
| વાદળી | આ રંગ સૌમ્ય, ગંભીર અને શુદ્ધતા સૂચક છે. શાંત રંગપુરણી માં આ રંગ નું વિશેષ મહત્વ છે. અનંતતા, વિશાળતા અને સ્થિરતા માટે વાદળી રંગ નો ઉપયોગ થાય છે. |
| કેસરી | શૌર્ય, સ્વાર્પણ, ત્યાગ અને શહાદત માટે આ રંગ વપરાય છે. અગ્નિ, જ્યોત, વિદ્યા અને જ્ઞાન નું પ્રતિક છે આ રંગ. ભારત ના રાષ્ટ્રધ્વજ માં સૌથી ઉપર નો પટ્ટો આ રંગ થી શોભાયમાન છે. |
| લીલો | ખુશનુમા વાતાવરણ, ફળદ્રુપતા, જમીન અને કુદરત ની રજૂઆત કરવામાં આરંગ વપરાય છે. શાંતિ, તાજગી, સમૃદ્ધિ, વિશ્વાસ, ધ્યાનમગ્નતા, ચિંતન, શ્રદ્ધા દર્શાવવા માટે લીલો રંગ વપરાય છે. ભારત ના રાષ્ટ્રધ્વજ માં સૌથી નીચે નો પટ્ટો આ રંગ થી શોભાયમાન છે. |
| જાંબલી | આ રંગ દરબારી ઠાઠ સૂચવે છે.બાદશાહી,દમામ,વૈભવ,વિલાસ,શાણપણ જાંબલી રંગ દ્વારા દર્શાવવામાં આવે છે.સુખ શાંતિ અને એસો આરામ માટે પણ આ રંગ નો શમાવેશ થાય છે. |
| સફેદ | ઉતેજક અને પ્રકાશિત રંગ, માનવતા સત્યતા, પવિત્રતા, વગેરે ને દર્શાવવા માટે સફેદ રંગ નો ઉપયોગ થાય છે. શોક અને તાબેદારી દર્શાવવા માટે પણ સફેદ રંગ વપરાય છે. ભારત ના રાષ્ટ્રધ્વજ માં વચ્ચે નો પટ્ટો આ રંગ થી શોભાયમાન છે. |
| કાળો | અંધકાર અને ગહનતા નું સૂચન કરે છે. હતાશા, નિરુત્સાહ, મૃત્યુ, ગમગીની, વગેરે દર્શાવવા માટે તથા ભય, ત્રાસ, કપટ દર્શાવવા માટે આ રંગ નો ઉપયોગ થાય છે. |
